AMC Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731 જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર, પગાર 92,300 સુધી

AMC Bharti 2024

AMC Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે વય મર્યાદા, જરૂરી તારીખો, પદોના નામ, પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, અરજી ફી, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

AMC Bharti 2024 | Ahmedabad Municipal Corporation New Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઈન
અરજી છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (ઈજનેર) તથા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ) ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 731 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં સહાયક જુનિયર ક્લાર્કની 612, સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (ઈજનેર)ની 93 તથા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ)ની 26 જગ્યા ખાલી છે.

શૈક્ષણિક લાયકાત:

AMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપ્રથમ ત્રણ વર્ષત્યારબાદ
સહાયક જુનિયર ક્લાર્ક26,00019,900 થી 63,200
સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (ઈજનેર)40,80029,200 થી 92,300
સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ)40,80029,200 થી 92,300

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

જરૂરી તારીખો:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 15 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન AMCની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.ahmedabadcity.gov.in છે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top