Medicinal / Aromatic Crops Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં વર્ષ 2023–24 બાગાયતી યોજનાઓ અમલી બનાવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ અનેક યોજનાઑ બનાવવામાં આવી છે. આ યોજનાનો તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવી છે.
આજ ના સમય માં ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા શતાવરી, અશ્વગંધા, સફેદ મુસળી જેવા ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય સહાય પૂરી પાડે છે. Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
Medicinal / Aromatic Crops Yojana Gujarat 2023
યોજનાનું નામ | ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી ભાષા માં |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂત જે ઔષધિય / સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે, તેમને સહાય પૂરી પાડવી |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ ગુજરાત સરકાર |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખર્ચના 75 ટકા અથવા રૂ.11,250/- હેકટર ની મર્યાદા તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
યોજનાનો હેતુ
ગુજરાત સરકાર ધાન્ય પાકોની સરખામણીમાં ઔષધીય/સુગંધિત પાકોના વાવેતર વિસ્તાર ખૂબ જ ઓછો છે. સરકાર દ્વારા ઔષધિય/સુગંધિત પાકોના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ યોજના ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે ઔષધિય/સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે.
યોજનાની પાત્રતા અને નિયમો
ગુજરાત સરકાર ના ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના ની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં દરેક જાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત ફક્ત એક વખત લઈ શકશે.
- ખેડૂતે NHB દ્વારા એક્રીડીટેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદી કરવાનું રહેશે.
- અ યોજનાની સહાય 0.20 હેક્ટર થી 4 હેક્ટર સુધીના વાવેતરવિસ્તારમાં મળવા પાત્ર છે.
- ખેડૂતને ખાતાદીઠ મહત્તમ 4 હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
મિત્રો, અગાઉની યોજનામાં જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. પરંતુ અ યોજનામાં દરેક ખેડૂતને સમાન લાભ આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
- ખેડૂતને કુલ ખર્ચના 75 % અથવા રૂપિયા 11,250/- તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે.
કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
ગુજરાત સરકાર ના I khedut Portal પર ચાલતી ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત સરકાર ની ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે.
- પ્રથમ આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “Bagayatiniyojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-8 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય પર ક્લિક કરવું.
- જેમાં ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફએર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફોર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટી મેળવી શકશે.
મહત્વપૂર્ણ લિન્ક
આ યોજના ની અરજી કરવા માટે | અહિ ક્લિક કરો |
નવી સરકારી યોજના માટે | સરકારી યોજના |
નવી સરકારી નોકરી માટે | સરકારી નોકરી |
ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાનો હેતુ શું છે?
આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે ઔષધિય/સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે.
ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?
ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહિ થી જોડાઓ |
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો | અહિ થી ફોલો કરો |