Top 10 Highest Paying States : આજના સમયમાં બધા યુવાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી શોધતા હોય છે. આ નોકરી મળ્યા બાદ તેઓને પગાર ચૂકવવાં આવે છે. જુદા જુદા ક્ષેત્રોમાં ખાનગી કે સરકારીમાં અલગ અલગ પગાર ધોરણ નક્કી કરેલ હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે? કે ભારતના 10 Highest Paying States એટ્લે કે સૌથી વધારે પગાર આપતા રાજ્યો ક્યાં છે?
Top 10 Highest Paying States
જો તમે નોકરી માટે શહેરમાં આવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું જરૂરી રહેશે કે તમને સૌથી વધુ પગાર ક્યાંથી મળી શકે છે. તમને જણાવી દઈએ કે આ યાદી Statista દ્વારા સરેરાશ માસિક પગારના આધારે તૈયાર કરવામાં આવી છે. તે સપ્ટેમ્બર 2022 માં છાપવામાં આવી હતી. કે 10 Highest Paying States ક્યાં છે.
1. ઉત્તર પ્રદેશ
આ 10 Highest Paying States ની યાદી મુજબ ઉત્તર પ્રદેશ પહેલા સ્થાન પર છે. અહીં દરેક વ્યક્તિનો સરેરાશ માસિક પગાર 20,730 રૂપિયા છે. આ દેશમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર આપતું રાજ્ય છે.
2. પશ્ચિમ બંગાળ
આ યાદી પ્રમાણે પશ્ચિમ બંગાળ પણ બીજા નંબર પર છે. અહીં એક વ્યક્તિનો સરેરાશ માસિક પગાર 20,210 રૂપિયા છે. આ ત્યારે છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘણા ઉદ્યોગો નથી.
3. મહારાષ્ટ્ર
આ યાદીમાં મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. અહીં સરેરાશ મહિનાની આવક રૂ. 20,011 છે. મહારાષ્ટ્રની ફેક્ટરીઓ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પણ છે જેમાંથી લાખો લોકોને સારી આવકનું સાધન બની ગયું છે.
4. બિહાર
આ યાદી મુજબ ચોથા સ્થાને ચોંકાવનારું નામ બિહારનું છે. બિહારના મોટાભાગના લોકો રાજ્ય છોડીને નોકરી માટે બહાર જાય છે કારણ કે અહીં કોઈ ઉદ્યોગ નથી. તેમ છતાં રાજ્યની સરેરાશ માસિક આવક રૂ. 19,960 છે.
5. રાજસ્થાન
10 Highest Paying States માં રાજસ્થાન પાંચમા ક્રમ પર છે. અહીં સરેરાશ મહિનાની આવક રૂ. 19,740 છે.
6. મધ્યપ્રદેશ
આ યાદી મુજબ મધ્યપ્રદેશ છઠ્ઠા સ્થાન ધરાવે છે. અહીંની સરેરાશ માસિક આવક પણ રાજસ્થાન જેટલી જ એટ્લે કે 19,740 છે.
7. તામિલનાડુ
યાદી પ્રમાણે તામિલનાડુ સાતમા નંબર પર છે. તમિલનાડુ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું કેન્દ્ર છે. અહીં સરેરાશ માસિક આવક રૂ. 19,600 છે.
8. કર્ણાટક
આ 10 Highest Paying Statesની યાદીમાં કર્ણાટક આઠમા નંબર પર સ્થાન ધરાવે છે. અહીં સરેરાશ માસિક આવક રૂ. 19,150 છે.
9. ગુજરાત
આ યાદી પ્રમાણે આપણું ગુજરાત નવમા નંબરે ઉદ્યોગો અને વેપાર માટે પ્રખ્યાત છે. અહીં સરેરાશ માસિક આવક રૂ. 18,880 છે.
10. ઓડિશા
આ યાદી મુજબ દસમા ક્રમ પર ઓડિશા રાજ્ય છે જેની સરેરાશ માસિક આવક રૂ. 18,790 છે. નોંધપાત્ર રીતે, કેરળ 13માં, પંજાબ 14માં અને હરિયાણા 17માં સ્થાને છે. અને આ યાદીમાં દિલ્હી 19માનંબર પર છે.
વધુ માહિતી માટે | અહિ ક્લિક કરો |
હોમ પેજ | અહિ ક્લિક કરો |
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહિ થી જોડાઓ |
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો | અહિ થી ફોલો કરો |