Farmer Registry Gujarat: ગુજરાત સરકાર દ્વારા હવે દરેક ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં હવે દરેક ખેડૂતોમિત્રો એ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યુ છે.
Farmer Registry Gujarat
ગુજરાત સરકાર દ્વારા ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરવા માટે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેઓને ફરીજીયાત કરવામાં આવેલ છે કે તેઓ તેમના ગામના VCE નો સંપર્ક કરી અથવા એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને જાતે ઘરે બૈઠા ઑનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે. અત્યાર સુધી રાજ્ય સરકાર 25 નવેમ્બર પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરવાવવું ફરજીયાત કરવામાં આવ્યુ છે, ખેડૂત ભાઈઓ પણ તેમના રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ફાર્મર આઈડી માટે નોંધણી કરાવી શકે છે.
ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોકયુમેન્ટ : Documents Required for Farmer ID Registration
- આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક હોય તે જરૂરી છે).
- જમીનમાલિકીનો પુરાવો (7/12 ની નકલ).
- મોબાઈલ નંબર
ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરવા માટેના થતાં સ્ટેપ : Farmer Registry Steps to follow for Self Registration
- સૌપ્રથમ ખેડૂતે https://gjfr.agristack.gov.in વેબસાઈટ ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરો
- .હવે તેમના આધારકાર્ડ થી લિન્ક મોબાઈલ નંબરમાં OTP આવશે તે દાખલ કરવાનો રહેશે.
- હવે પછી સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ( જે પાસવર્ડ રાખો એ નોટ માં નોંધી લો.)
- હવે પછી ખેડૂતના મોબાઈલ નંબર અને પોતે સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન થઈ ગયા બાદ ખેડૂતની માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે. અને તમને તમારા આધાર કાર્ડ મુજબ ખેડૂતનું સરનામું દેખાશે જે ખાસ ચેક કરવાનું રહેશે.
- હવે પછી land ownership ડ્રોપ ડાઉન માંથી owner પસંદ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરી ને આગળ વધવાનું રહેશે.
- હવે પછી Fetch land details પર ક્લિક કરવાનું રહેશે .
- જ્યાં તમારે ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો. બાજુ માં આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
- હવે તમારી જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર Fetch થઈ જશે.
- હવે Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score ચેક કરવાનો રહેશે. તમારે અહીં કોઈ પણ એક જ ગામના સર્વે નંબર કરવાનો રહેશે જે કર્યા બાદ Verify all land પર ક્લિક કરવાનું રહેશે .
- હવે નીચે આપેલ બે ચેક બોક્ષ ટીક કર્યા પછી save બટન પર ક્લિક કરી આગળ વધવું.
- જે બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
- હવે તમને આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
- હવે તમારા આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવાનો રહેશે. અને submit બટન પર ક્લિક કરવું.
- હવે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે. જે તમારે નોંધી લેવાનો રહેશે અને તમને તમારા મોબાઈલ નંબર SMS પર દવારા પણ મેસેજ આવી ગયો હશે
ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ગામ માં ક્યાં કરાવવું ?
દરેક ખેડૂતે ગામની પંચાયત માં જઈ VCE નો સંપર્ક કરી ને ત્યાં થી તમારું કરાવી શકો છો, સાથે તમારે ઉપર આપેલ દસ્તાવેજ લઈ ને તમે ગામ પંચાયત થી ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવી શકો છો