ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | 60 વર્ષથી વધુ ઉંમર |
મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને |
અમલીકરણ | મામલતદાર કચેરી |
ફોર્મ ક્યાથી મળશે ? | ગ્રામ પંચાયત કચેરી |
ઓફીસીયલ સાઇટ | https://sje.gujarat.gov.in |
કોને લાભ મળે ?
- આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
- BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.
અરજી ક્યા આપવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.
ડોકયુમેન્ટ લીસ્ટ
- ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
- ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ ની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રેશન કાર્ડની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ
મળતી સહાય
આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.
પેન્શન યોજના ફોર્મ
આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.
- જિલ્લા કલેકટર કચેરી પરથી
- મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિ ક્લીક કરો |
બીજી નવી યોજના માટે | સરકારી યોજના |