ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, જાણો સંપૂર્ણ માહિતી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના

યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ60 વર્ષથી વધુ ઉંમર
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ?ગ્રામ પંચાયત કચેરી
ઓફીસીયલ સાઇટhttps://sje.gujarat.gov.in

કોને લાભ મળે ?

  • આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
  • BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

અરજી ક્યા આપવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

ડોકયુમેન્ટ લીસ્ટ

  • ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ ની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રેશન કાર્ડની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ

મળતી સહાય

આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.

પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

  • જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ 26મીએ ભરતી મેળો, 450 જગ્યા પર નોકરીની તક

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિ ક્લીક કરો
બીજી નવી યોજના માટેસરકારી યોજના
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top