SIM Card : તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે? જાણો આ સરકારી વેબસાઇટ પરથી એક વાર જરૂર ચેક કરો

SIM Card તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે જાણો આ સરકારી વેબસાઇટ પરથી એક વાર જરૂર ચેક કરો

Check SIM card are active on your name : તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.

તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે? એક વાર જરૂર ચેક કરો

સિમ કાર્ડ એક સંવેદનશીલ પ્રોડક્ટ છે. ઘણા સ્કેમર્સ નકલી દસ્તાવેજો પર સિમ કાર્ડ મેળવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે અને કોઈની સાથે છેતરપિંડી વગેરે કરે છે, તો તમારે જેલ પણ જવું પડી શકે છે. તો તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારા નામે કોઈ સિમ કાર્ડ જારી થયું છે કે નહીં.

સિમ કાર્ડની જરૂરિયાત કોઈનાથી છુપાયેલી નથી. તેના વગર કોઈપણ સ્માર્ટફોન કે ફીચર ફોન કામ કરતા નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સિમ કાર્ડને લઈને એક નિયમ બદલ્યો છે, જેમાં સિમ સ્વેપ કર્યા પછી તે સિમ 7 દિવસ સુધી બીજી કંપનીમાં પોર્ટ કરી શકાશે નહીં. આ નિયમ 1 જુલાઈથી લાગુ થશે. જો કે, શું તમે જાણો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ માર્કેટમાં અસ્તિત્વ ધરાવે છે?

સ્કેમર્સ તમારા નામનું સિમ કાર્ડ લઈને તેનો ઉપયોગ સાયબર સ્કેમ અથવા સાયબર છેતરપિંડી કરવા માટે કરી શકે છે. અથવા તેનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પણ થઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી, આજે અમે તમને એક ખાસ પદ્ધતિ વિશે જણાવશું, જેના પછી તમે સરળતાથી જાણી શકશો કે તમારા નામથી અથવા તમારા આધાર કાર્ડ દ્વારા કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અને કોણ વાપરી રહ્યું, અત્યારે જ ચેક કરો

  • તમારા નામ પર કેટલાં SIM Card ચાલુ છે ચેક કરવા માટે સૌપ્રથમ https://tafcop.dgtelecom.gov.in પોર્ટલ વેબસાઇટ ખોલો.
  • ત્યાર બાદ ત્યાં આવેલ બોક્ષમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
  • હવે તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
  • હવે ચેક કરી કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
  • નંબર ને રિપોર્ટ કરવા માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  • ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
  • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
  • આ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top