જો તમે તમારી પુત્રીના લગ્ન વિશે ચિંતિત છો, તો Life Insurance Corporation of India તમારા માટે એક એવી યોજના લાવી છે. તમારી ચિંતાઓને દૂર કરી શકે છે. આ LIC કન્યાદાન પોલિસી (LIC Kanyadan Policy) કે જે તમને તમારી પુત્રીના લગ્ન સુધી મોટી રકમ આપી શકે છે. પરંતુ આ માટે તમારે દરરોજ થોડી થોડી બચત કરવી પડશે. આ LIC પોલિસી ખાસ કરીને માત્ર દીકરીઓના લગ્ન માટે શરૂ કરવામાં આવી છે, તેથી પોલિસીને LIC દ્વારા કન્યાદાન પોલિસી નામ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ LIC કન્યાદાન પોલિસીની વિશેષતા વિશે…
હવે LIC એલ.આઈ.સી એ એક યોજના શરૂ કરી છે. જે પરિવારોને તેમની પુત્રીઓના ભાવિ ખર્ચ માટે આર્થિક રીતે મદદ કરે છે. LIC કન્યાદાન પોલિસીએ તમારી પુત્રીના ભવિષ્ય માટે ઉત્તમ નાણાકીય કવરેજ છે. અન્ય યોજનાઓની તુલનામાં આ એક અનોખી યોજના છે જે તમારી પુત્રીના લગ્ન અને શિક્ષણ માટેના ભાવિ ખર્ચ માટે બેકઅપ ફંડ બનાવી શકે છે. કન્યાદાન પોલિસી એ એક અનુઠી યોજના અને વીમા ક્ષેત્રની એકમાત્ર યોજના છે. તે આ કન્યાદાન પોલિસી માતા-પિતાના મૃત્યુના કિસ્સામાં બાળકીની જરૂરિયાતોને નાણાકીય સહાય આપે છે.
LIC Kanyadan Policy 2024
આર્ટિકલનું નામ | LIC Policy |
પોલિસીનું નામ | LIC Kanyadan Policy |
પ્રીમિયમની રકમ | 121 રૂપિયા પ્રતિદિન |
પ્રીમિયમના વર્ષ | 22 |
મળવા પાત્ર રકમ | 27 લાખ |
અધિકૃત વેબસાઈટ | https://licindia.in/ |
જરૂરી દસ્તાવેજ
જો તમે LIC ની આ યોજનામાં ખાતું ખોલાવવા માંગતા હોવ તો આધાર કાર્ડ, આવકનો પુરાવો, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે. ઉપરાંત, તમારે એક હસ્તાક્ષરિત અરજી ફોર્મ અને પ્રીમિયમ અથવા રોકડ માટેનો ચેક તેમજ જન્મ પ્રમાણપત્ર પ્રદાન કરવાની જરૂર પડશે. જો આમાંથી કોઈપણ દસ્તાવેજ ખૂટે છે તો તમારું LIC કન્યાદાન પોલિસી ખાતું ખોલવામાં આવશે નહીં.
LIC પોલિસીની વિશેષતા
- જ્યારે કોઈ પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે ત્યારે તેનું પ્રીમિયમ માફ કરી દેવામાં આવે છે.
- દુર્ઘટનામાં મોત થવા પર 10 લાખ રૂપિયા તરત આપવામાં આવે છે.
- કુદરતી મોતની સ્થિતિમાં 5 લાખ રૂપિયા તરત આપવામાં આવે છે
- મેચ્યોરિટી ડેટ સુધી 50,000 વાર્ષિક પેમેન્ટ કરવામાં આવે છે.
- મેચ્યોરિટીના 3 વર્ષ પહેલાં એક સમય માટે લાઈફ રિસ્ક પ્રોટેક્શન છે.
- ભારતીય નિવાસી અને એનઆરઆઈ બંને આ સેવાનો લાભ ઉઠાવી શકે છે.
એલઆઈસી કન્યાદાન પોલિસી 2024 પાત્રતા
આ પોલિસી હેઠળ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારી દીકરી એક વર્ષની છે અને તમારી ન્યૂનતમ ઉંમર 30 વર્ષ છે તો તમે પોલિસી લઈ શકો છો. આ LIC કન્યાદાન પૉલિસી (LIC Kanyadan Policy) 25 વર્ષની યોજના છે જ્યારે તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ ઉપરાંત, આ પોલિસી વિવિધ ઉંમરે પ્રીમિયમ વધારીને આ યોજનાનો લાભ આપે છે.
આ પોલિસી ઓછી અને વધુ આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. આમાં, નિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે. આમાં જો તમે દરરોજ 121 રૂપિયા જમા કરો છો તો તમને 27 લાખ રૂપિયા મળશે. આ LIC કન્યાદાન પોલિસીની સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્લાન 25 વર્ષ માટે છે. પરંતુ તમારે પ્રીમિયમ 22 વર્ષ માટે જ ચૂકવવું પડશે. પૉલિસીની મધ્યમાં વીમાધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં, પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહીં. તે જ સમયે, પુત્રીને પોલિસીના બાકીના વર્ષો દરમિયાન દર વર્ષે વીમા રકમના 10 ટકા મળશે.
LIC Kanyadan Policy પર એક નજર
- LIC કન્યાદાન પોલિસી 25 વર્ષ માટે લઈ શકાય છે.
- 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.
- રોજના 121 રૂપિયા અથવા મહિનામાં લગભગ 3600 રૂપિયા.
- જો વીમાધારકનું મૃત્યુ અધવચ્ચે થઈ જાય, તો પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં.
- પોલિસીના બાકીના વર્ષ દરમિયાન દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.
- પોલિસી પૂર્ણ થવા પર, નોમિનીને 27 લાખ રૂપિયા મળશે.
- આ પોલિસી વધુ કે ઓછા પ્રીમિયમ માટે પણ લઈ શકાય છે.
LIC Policy Latest Update: ડેથ બેનિફિટ
કન્યાદાન પોલિસીમાં LIC પણ ડેથ બેનિફિટ આપે છે. જો એલઆઈસી કન્યાદાન પોલિસી ધારક પોલિસી લીધા પછી કોઈપણ કારણસર મૃત્યુ પામે છે, તો પરિવારે અન્ય કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. જો મૃત્યુ આકસ્મિક હશે તો પરિવારને 10 લાખ રૂપિયા એકીસાથે આપવામાં આવશે. જો સામાન્ય સંજોગોમાં આવું થાય તો પરિવારના સભ્યોને પાંચ લાખની રકમ મળે છે.
કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે
LIC ની કન્યાદાન પોલિસીમાં તમારે દરરોજ 121 રૂપિયાની બચત કરવી પડશે એટલે કે તમારે મહિનામાં 3600 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જે પછી જો તમે LIC કન્યાદાન પોલિસીની સંપૂર્ણ રકમ આપી દીધી છે, તો તમને પુત્રીના લગ્ન સુધી 27 લાખ રૂપિયા મળશે. આ પોલિસી LIC (Life Insurance Corporation of India) દ્વારા સંચાલિત છે.
હેલ્પલાઈન નંબર
મહેસાણા +919925167388, કચ્છ +919726523390