Marnotar Sahay Yojana Gujarat: મરણોતર સહાય યોજના હેઠળ 5000 રૂપિયા ની સહાય મેળવો, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા

Marnotar Sahay Yojana Gujarat મરણોતર સહાય યોજના

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના : આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવાર માં જો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો સરકાર તેને આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તમને જાણવા મળશે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જેવી કે યોજના શું છે?, કોણ લાભ લઈ શકે, કેટલો લાભ મળે, જરૂરી દસ્તાવેજો અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? માહિતી જાણવા માટે આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

અનુસૂચિત જાતિ ના લોકો ના પરિવાર જેની આર્થિક પરિસ્થિતિના નબળી હોવાના કારણે તે લોકો કુટુંબ ના કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો તે ઉતરક્રિયા કરી શકે તેના માટે સરકાર દ્વારા મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જેથી તે લોકો વ્યક્તિ ના મૃત્યુ પછી તેની ક્રિયા કરી શકે.

Marnotar Sahay Yojana Gujarat Highlight

યોજના નું નામસત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર
વિભાગસમાજ કલ્યાણ વિભાગ
મળવાપાત્ર સહાયમરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની સહાય
સતાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in 

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના નિયમો અને શરતો

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના ના નિયમો અને શરતો નીચે મુજબ છે.

  • મૃત્યુ પામનાર વ્યક્તિ અને અરજી કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિ ના હોવા જોઈએ
  • અરજદાર ના પરિવાર ની વાર્ષિક આવક 6 લાખ થી વધુ ના હોવું જોઈએ
  • મૃત્યુ ના 6 મહિના ની અંદર અરજી કરવાની રહેશે
  • મૃત્યુ પામનાર વ્યક્તિ નું મૃત્યુ પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે
  • મૃત્યુ પામનાર પરિવાર માંથી કોઈ એક વ્યક્તિ જ લાભ લઈ શકે

યોજના માટે મળવાપાત્ર લાભ

  • અનુસૂચિત જાતિ ના પરિવાર ને સરકાર દ્વારા મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

મરણોતર સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

મરણોતર સહાય યોજનાનો લાભ લેવા અને અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • ત્યારબાદ બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી “સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે. 
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

Satyavadi Raja Harishchandra Marnotar Sahay Yojana મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in 
જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબરઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top