Medicinal / Aromatic Crops Yojana 2024: ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના, આજે જ ઓનલાઇન અરજી કરો

Medicinal / Aromatic Crops Yojana

Medicinal / Aromatic Crops Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં વર્ષ 2023–24 બાગાયતી યોજનાઓ અમલી બનાવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ અનેક યોજનાઑ બનાવવામાં આવી છે. આ યોજનાનો તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવી છે.

આજ ના સમય માં ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા શતાવરી, અશ્વગંધા, સફેદ મુસળી જેવા ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય સહાય પૂરી પાડે છે. Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું. 

Medicinal / Aromatic Crops Yojana Gujarat 2024

યોજનાનું નામઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી ભાષા માં
યોજનાનો ઉદ્દેશખેડૂત જે ઔષધિય / સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે, તેમને સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ ગુજરાત સરકાર
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખર્ચના 75 ટકા અથવા રૂ.11,250/- હેકટર ની મર્યાદા તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

યોજનાનો હેતુ

ગુજરાત સરકાર ધાન્ય પાકોની સરખામણીમાં ઔષધીય/સુગંધિત પાકોના વાવેતર વિસ્તાર ખૂબ જ ઓછો છે. સરકાર દ્વારા ઔષધિય/સુગંધિત પાકોના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ યોજના ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે ઔષધિય/સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે.

યોજનાની પાત્રતા અને નિયમો

ગુજરાત સરકાર ના ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના ની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં દરેક જાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત ફક્ત એક વખત લઈ શકશે.
  • ખેડૂતે NHB દ્વારા એક્રીડીટેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદી કરવાનું રહેશે.
  • અ યોજનાની સહાય 0.20 હેક્ટર થી 4 હેક્ટર સુધીના વાવેતરવિસ્તારમાં મળવા પાત્ર છે.
  • ખેડૂતને ખાતાદીઠ મહત્તમ 4 હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

મિત્રો, અગાઉની યોજનામાં જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. પરંતુ અ યોજનામાં દરેક ખેડૂતને સમાન લાભ આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

  • ખેડૂતને કુલ ખર્ચના 75 % અથવા રૂપિયા 11,250/- તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે.

કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?

ગુજરાત સરકાર ના I khedut Portal પર ચાલતી ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        ગુજરાત સરકાર ની ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે.

  • પ્રથમ આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayatiniyojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-8 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય પર ક્લિક કરવું.
  • જેમાં ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફએર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફોર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્ટી મેળવી શકશે. 

મહત્વપૂર્ણ લિન્ક

આ યોજના ની અરજી કરવા માટેઅહિ ક્લિક કરો
નવી સરકારી યોજના માટેસરકારી યોજના
નવી સરકારી નોકરી માટેસરકારી નોકરી

ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાનો હેતુ શું છે?

આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે ઔષધિય/સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે.

ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top