PM Mudra Loan: બિઝનેસ શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, સરકાર ગેરન્ટી પણ નહી માંગે, જાણો પ્રોસેસ

PM Mudra Loan

PM Mudra Loan Yojana : કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ સરકારે 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વગર આપવામાં આવે છે. આ લોનમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત, આ લોકો સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), નાની ફાઇનાન્સ બેન્કો અને NBFCs પાસેથી પણ આ લોન મેળવી શકે છે. આ લોનના વ્યાજ દર અલગ-અલગ બેન્કો દ્વારા અલગ-અલગ હોય છે.

મુદ્રા લોન ત્રણ પ્રકારની છે

PM મુદ્રા લોનના કુલ ત્રણ પ્રકાર છે. પ્રથમ કેટેગરી શિશુ લોન છે. આ હેઠળ જ્યારે તમે પ્રથમ વખત તમારો વ્યવસાય શરૂ કરો છો, ત્યારે સરકાર તમને 5 વર્ષ માટે કોઈપણ ગેરન્ટી વિના 50,000 રૂપિયા સુધીની લોન આપે છે. જે લોકો પહેલાથી જ વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયને વિસ્તારવા માટે લોન પણ આપવામાં આવે છે. જો તમે 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન લો છો તો તે કિશોર લોનની કેટેગરીમાં આવે છે. તરુણ લોન કેટેગરી હેઠળ સરકાર બિઝનેસને વિસ્તારવા માટે 5 થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.

મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો

  • વ્યાપાર યોજના
  • અરજી પત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • કેવાયસી દસ્તાવેજો
  • ઓળખનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો પુરાવો

PM Mudra Loan યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

મુદ્રા લોન માટે આઈડી પ્રૂફ, રેસિડન્સ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બિઝનેસ એડ્રેસ પ્રૂફ સહિતના ડોક્યુમેન્ટ સાથે PM મુદ્રાની સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/ પર અરજી કરવાની રહેશે. આ વેબ ઓપન કર્યા બાદ મુદ્રા લોન પર ક્લિક કરો. જ્યા “Apply Now” માં જાઓ અને વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરો. આ પછી વિગતો ભરીને OTP જનરેટ કરો. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારી નોંધણી થશે. જે થયા બાદ લોન એપ્લિકેશન સેન્ટર પર ક્લિક કરી માંગેલી વિગત ભરવાની રહે છે. બધા દસ્તાવેજો સબમિટ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આપવામાં આવે છે. જેનાથી તમે તમારી લોનની સ્થિતિ ચેક કરી શકો છો.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top