PM Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદમાં આવા આલીશાન બનશે 1055 ઘરો, જુઓ વિગતે માહિતી

PM Awas Yojana 2024

Pradhan Mantri Awas Yojana 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાશ યોજના માટે અરજીઓ ઓનલાઈન ભરાવાનું ચાલું જ છે. જેની છેલ્લી તારીખ 13 મે 2024 છે. કુલ 1055 ઘર બનાવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ બિલ્ડિંગો કેવા દેખાઈ રહ્યા છે અને ક્યાં છે તે અંગેની જાણકારી આજે ગુજરાતી જાગરણ તમને આપશે.

PM Awas Yojana 2024

Pradhan Mantri Awas Yojana 2024: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બહાર પડાયેલી જાહેરાત મુજબ પ્રધાનમત્રી આવાસ યોજના અંતર્ગત 3 જગ્યાએ 1055 ઘર બની રહ્યા છે. આ માટે ઓનલાઈન આવાસ યોજનાના ફોર્મ ભરવાનું ચાલું છે. આ ફોર્મ તમે 13 મે 2024 સુધી ભરી શકો છો. ફોમ ભરવામાં કે સાઈટ ખુલવામાં અગવડતા પડે તો તમે 079- 25391811 નંબર પર ફોન કરી શકો છો. ત્યાં તમને તમારા પ્રશ્નનું સમાધાન મળી જશે. ઉપરાંત તમે આ નંબર 155303 પર પણ ફોન કરી શકો છો.

અમદાવાદમાં આવા આલીશાન બનશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1055 ઘરો

  1. EWS-78માં ટી.પી. ૧૨૧ નરોડા હંસપુરા કઠવાડા એફપી ૧૨૯, મારુતિ વે બ્રિજ ની સામે, રોયલ રી જોઇસ-૫ ની પાછળ, નરોડા દહેગામ રોડ,અમદાવાદ-૩૮૨૩૩૦ ખાતે P+10/P+11ના 255 ઘર.
  2. EWS-80માં ટી.પી. ૭૧ મૂઠીયા એફ.પી. ૫૦, સુયાસવીલા ની ગલીમાં નરોડા-દહેગામ રોડ, રિંગ રોડ પાસે , અમદાવાદ-૩૮૨૩૩૦ ખાતે P+10ના 400 ઘર.
  3. EWS-81માં ટી.પી. ૩૩ ગોતા એફપી ૧૧૮ સ્વસ્તિક સ્કાઈ લાર્ક ની સામે, જગતપુર ગોતા રોડ ,અમદાવાદ-૩૮૨૪૮૧ ખાતે P+14ના 400 ઘર.

અહીં અમે તમને બતાવીશું કે સાઈટ લોકેશન કઈ જગ્યાએ છે. બલ્ડિંગ બન્યા બાદ કેવી દેખા છે અને આસપાસ રોડ કઈ રીતે છે. એક નજરથી તમને સમગ્ર સાઈટ સમજમાં આવી જશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના દસ્તાવોજો

1). આવકનું પ્રમાણપત્ર

2). જાતિ પ્રમાણપત્ર

3). ઓળખ પુરાવો.

4). આધાર કાર્ડ નકલ.

5). રહેણાંક પુરાવો.

6). કેન્સલ ચેકની નકલ

7). બીપીએલ કાર્ડ નકલ.

8). સોગંદ નામા નકલ

9). શારીરક ખોડખાપણના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર

10). પાસપોર્ટ સાઈઝનો ફોટો.

11). ડિજિટલ સહી.

આવાસ યોજનામાં ફોર્મ ભરતી વખતે તમારે આધારકાર્ડ સહિતના 11 ડોક્યુમેન્ટની જરૂર પડે છે. આ ડોક્યુમેન્ટનું સમગ્ર લિસ્ટ વાંચવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો. સાથે ફોર્મ ભરતા પહેલા તમારા મનમાં શંકા હોય કે આ 2BHK ઘર કેવું હશે. કેવી ડિઝાઈન હશે તો તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની સાઈટ પર મૂકી છે. જે અમે અહીં લઈને આવ્યા છીએ અહીં ક્લિક કરી તમે ઘરની ડિઝાઈન જોઈ શકો છો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મકાન નોંધવા માટે લોન સહાય આપશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ યોજના અંતર્ગત આવાસો અંદાજે 38 ચો.મી.કારપેટ એરીયા (45.45 ચો.વાર) અને બિલ્ટઅપ 62 થી 66 ચો.મી. (75.35 થી 78.93 ચો.વાર) ના બાંધકામવાળા થશે. જે અંશતઃ ફેરફારને પાત્ર રહેશે. જેમા અંદાજીત ખરેખર થનાર ખર્ચ રૂ. 8.50 લાખનો થાય તેમ છે. (જમીન કિંમત વગર) તે મકાનો લાભાર્થીને મળતી તમામ સરકારી (રાજય તેમજ કેન્દ્ર સરકારની) સહાય બાદ કરીને રૂ. 5.50 લાખમાં ફાળવવામાં આવશે. સાથે 50 હજાર મેઈન્ટેનન્સ ડિપોઝિટ પઝેશન લેતા પહેલા ચૂકવવાના રહેશે. આમ આ ઘર સામાન્ય નાગરિકોને 6 લાખમાં પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બેન્ક સાથે ટાઈ અપ કરવામાં આવ્યું છે તેમા બેન્કના અધિકારીનું નામ અને નંબર પણ આપવામાં આવ્યો છે જેથી લોન માટે તમામ માહિતી લોકોને સરળતાથી મળી રહે. વળી લોન કેવા કારણોસર અટકી છે તે પણ જાણી શકાય. અમે અહીં આ 37 બેન્કનું લિસ્ટ અને નંબર આપી રહ્યા છીએ.

અરજી ફોર્મ અને ઓનલાઇન અરજી પ્રક્રિયા

અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત લોકો ફોર્મ ઓનલાઈન ભરવા લાગ્યા છે. ત્યારે લોકોને ઉત્સુકતા થઈ રહી છે કે ફોર્મ કેવું છે. અહીં અમે ફોર્મ કેવું છે તે દર્શાવી રહ્યા છે જે અરજી કરનાર લોકોએ ઓનલાઈન જ ભરવાનું રહેશે. આ ફોર્મ માટે અહીં આપેલી વેબસાઈટ પર ક્લિક કરી શકો છો. https://ewsapplicationform.ahmedabadcity.gov.in/.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top