e olakh gujrat.gov.in : બાળકના જન્‍મના પ્રમાણપત્ર માટે કઈ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય, જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો

e olakh gujrat.gov.in

ગુજરાતમાં જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | ગુજરાત જન્મ/મૃત્યુનું પ્રમાણપત્ર | ગુજરાતમાં જન્મ/મૃત્યુનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો | e olakh.gujarat.gov.in

ડિજીટલ યુગમાં જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્‍ટ બની ગયું છે. બાળકના જન્મની નોંધણી તેનો અધિકાર અને વાલીની નૈતિક ફરજ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને નોંધણી કરાવી જ જોઈએ. આ નોંધણી કરવવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. એક નાગરિક તરીકે તમારા બાળકનો જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં આવેલા જન્મ નોંધણી કેન્‍દ્ર પર તમે નોંધણી કરાવી શકો છો. આ પોસ્ટ દ્વારા બાળકના જન્‍મના પ્રમાણપત્ર માટે કઈ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય. તેની માહિતી માટે આ અંત સુધી વાચંતા રહો.

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો : ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકો માટે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો માટે ઓનલાઇન અરજી કરવા અને ડાઉનલોડ કરવા માટે ઇઓલખ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલનો ઉપયોગ વિભાગ દ્વારા ગુજરાતના અધિકારક્ષેત્રમાં થતા જન્મ અને મૃત્યુની નોંધણી કરવા અને અરજદારોને પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવશે. જે લોકો તેમના જન્મ પ્રમાણપત્રની ઓનલાઇન ડાઉનલોડ કરવા અથવા તેની નકલ મેળવવા માંગે છે તે નીચેની પ્રક્રિયાને અનુસરી શકે છે. સરકાર દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે જન્મના પ્રમાણપત્ર માટે ઝોન ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી.

e olakh gujrat.gov.in | Birth And Death Certificate | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન

આર્ટિકલનું નામE-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલનો હેતુનવા જન્મ લેતા બાળકની જન્મ નોંધણી થાય અને તેમના વાલી ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે તે માટે
વિભાગનું નામઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર
અધિકૃત વેબસાઈટeolakh.gujarat.gov.in

જન્મ પ્રમાણપત્ર કેવી રીતે બનાવશો?

આજના ડીજીટલ યુગમાં તમે સરળતાથી ઘરે બેસીને માત્ર 5 મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકો છો. તથા તમે ઓફ્લાઈન અથવા રૂબરૂ કચેરી જઈને પણ બનાવી શકો છો. પરંતુ એ થોડું અધરૂં કામ છે, કારણ કે તેમાં ઓફિસો ખાતે રૂબરૂ જાઉ પડશે. જેથી કરીને તમે ઓનલાઈન આસાનીથી ઘરે બેસીને જન્‍મનું પ્રમાણપત્ર બનાવી શકશો.

જરૂરી ડોક્યુમેન્‍ટ

તમારે જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના ડોક્યુમેન્‍ટ જોઈએ,

  • બાળકના પિતાનું આધાર કાર્ડ
  • બાળકના માતાનું આધાર કાર્ડ
  • રહેણાંક પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઈમેલ આઈડી
  • મોબાઈલ નંબર

જન્મ પ્રમાણપત્ર માટે અરજી પ્રક્રિયા

રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સરકાર દિન-પ્રતિદિન ઓનલાઈન સેવા વધારી રહી છે. જો તમે પણ તમારા તાજેતરમાં જન્મેલા બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માંગતા હોવ તો નીચેની માહિતીને અનુસરો.

  • સૌપ્રથમ Google Search માં e olakh gujarat ટાઈપ કરો.
  • વે તેના Home Page પર જાઓ.
  • આ વેબસાઈટ પર હોમ પેજ પર “Download Certificate” નામનું બટન હશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું એક પેજ ખૂલશે.
  • જેમાં તમે અરજી ક્રમાંક અને તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબરથી તમે આ પ્રમાણપત્ર Download કરી શકો છો.
  • ધારો કે, તમારા રજીસ્ટ્રર મોબાઈલથી પ્રમાણપત્ર મેળવવું હોય તો, ત્યાં મોબાઈલ નંબર વાળો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ Enter Captch દાખલ કરીને “Search Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, તમારી માહિતી સાચી હશે તો તમારું જન્મનું પ્રમાણપત્ર Download કરી શકશો.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top