Tabela Loan Sahay Yojana ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. પશુપાલકોને તબેલો બનાવવા 4 લાખની લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. સબસિડી, દસ્તાવેજ અરજી પ્રક્રિયા જુઓ તમામ વિગતે માહિતી
ગુજરાત સરકાર દ્વારા લોકો માટે જુદી જુદી યોજનાઓ ચલાવે છે જેમાં લોકોને આર્થિક રીતે, સાધન રીતે કે ઓછા દરે લોન સહાય પૂરી પડે છે. જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય. ત્યારે ઘણી એવી યોજનાઓ છે કે પશુપાલન સાથે સંકળાયેલી છે. જેમાં એક તબેલા લોન યોજના નો સમાવેશ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત લોન લેનાર વ્યક્તિને રૂપિયા 4 લાખની લોન સહાય આપવામાં આવે છે. આ માટે ક્યાં અરજી કરવી અને કેવી રીતે કરવી તેની માહિતી આપેલી છે. જુઓ સંપૂર્ણ માહિતી.
Tabela Loan Sahay Yojana : પશુપાલકોને તબેલો બનાવવા 4 લાખની લોન
યોજનાનું નામ | તબેલા લોન યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
ઓફિસિયલ વેબસાઇટ | adijatinigam.gujarat.gov.in |
તબેલા લોન સહાય માટેની પાત્રતા
- લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
- લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
- લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
- તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈશે.
- તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
- કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
- છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
- તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
- અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.
વ્યાજદર અને ચુકવણી
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડની નકલ.
- રેશનકાર્ડ ની નકલ.
- અનુસૂચિતજનજાતિ પ્રમાણપત્ર
- લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકતના પુરાવો મકાનના દસ્તાવેજ
- જો અરજી કરનાર વ્યક્તિએ જામીનદાર એકનો રજૂ કરેલા મિલકત અંગે નો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જો અરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જમીનદારો એ રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામું રજૂ કરવું જરૂરિયાત છે.
- પાસબુકની નકલ
તબેલા લોન સહાય યોજના 2024 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. S.T. જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- Adijati Nigam Gujarat નામની વેસાઇટમા જાઓ
- હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
એપ્લિકેશન લૉગિન કર્યા પછીની પ્રક્રિયા
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.