Dragon Fruit Farming Yojana : બાગાયત સબસિડી યોજના ખેડૂતોને વાવેતર માટે રૂ. 6 લાખની સહાય પર 50% સબસિડી મળશે, અહિયાં અરજી કરો

Dragon Fruit Farming Yojana

Dragon Fruit Farming Yojana : બાગાયત સબસિડી યોજના | Khedut Subsidy Yojana | કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાય યોજના । Dragon Fruit Farming in Gujarati । Gujarat Government Schemes For Farmers | ગુજરાત સરકાર ખેડૂતોને ડ્રેગનના વાવેતર ખર્ચના 50% સબસીડી આપશે.

ગુજરાત રાજ્ય વિવિધ ફળો અને શાકભાજીના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ યોજનાઓ અમલી બનાવતી હોય છે. તાજેતરમ કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરેલ છે. જેમાં આ ફળનું વાવેતર કરતાં ખેડૂતોન્સ સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ કેટલી સહાય આપવામાં આવશે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે અપનાવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે. જેને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓ 2024 ચાલુ કરવામાં આવેલ છે. આ યોજનાઓમાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડેલ છે.

Dragon Fruit Farming Yojana

યોજનાનું નામDragon Fruit Farming Sahay Yojana
ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીઓનલાઈન અરજી
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024

ડ્રેગન ફ્રૂટની સહાય યોજનાનો હેતુ

ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન અરજી કરવાની ચાલુ થયેલ છે. ટેકનોલોજીના આ યુગ દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલ છે. ક્લાઈમેટ ચેન્‍જ થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જેમાં એન્‍ટી ઓક્સિડન્‍ટ, વિટામીન C, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.

ખેડૂતોને આ નિર્ણયથી થશે ફાયદો

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડ્રેગનફ્રૂટના વાવતેરમાં જે સહાય જાહેર કરવામાં આવેલ છે, જેનાથી ઘણા બધા ખેડૂતોને મોટો ફાયદો થશે. ડ્રેગનફ્રૂટમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જેથી તેનું વાવેતર વિસ્તાર વધે તે ખૂબ જરૂરી હતું, આ બાબાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈને ગુજરાતના ખેડૂતોને સીધી સહાય જાહેર કરવામાં આવેલ છે.

યોજનાની પાત્રતા

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અને Bagayati Vibhag દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut પરથી ભરાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
  • એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.

ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે કેટલી સહાય ખેડૂતોને મળશે?

આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/હેકટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્‍ટ

આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડશે.

  • લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
  • ખેડૂતના આધારકાર્ડની નકલ
  • લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુકની નકલ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

Dragon Fruit Farming Yojana ની સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી?

ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન અરજી માટે સંબંધિત વિભાગની ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના Common Service Center કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut Official Website ખોલવાની રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતના હોમ પેજ આવશે જેમાં “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Yojana પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ “ફળ પાકોના વાવેતર” પર ક્લિક કરવું.
  • “ફળ પાકોના વાવેતર” નામના લિસ્ટમાં ક્રમ નંબર-3 પર “કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ” પર ક્લિક કરો.
  • જો તમે Register ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા ikhedut portal રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ I khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર આપની અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્‍ટ મેળવી શકશે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top