Namo Shri Yojana 2024 : નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા સ્ત્રીઓ ને મળશે 15,000 રૂપિયાની સહાય

Namo Shri Yojana 2024

Namo Shri Yojana 2024 : ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 2 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં તેમણે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો તેમજ માતાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ Namo Shri Yojana 2024 ની સંપૂર્ણ વિગતે માહિતી નીચે આપેલ છે.

Namo Shri Yojana 2024 : નમો શ્રી યોજના 2024

યોજનાનું નામNamo Shri Scheme
ઘોષણા કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
ક્યારે શરૂ કરવામાં આવશે1 એપ્રિલ, 2024 ના દિવસથી
રાજ્યગુજરાત
વિભાગઆરોગ્ય વિભાગ
યોજનાનું બજેટ750 કરોડ રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઈન

નમો શ્રી યોજના શું છે? (Namo Shri Scheme 2024)

2 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંસદ સભામાં બજેટ ની જાહેરાત કરતી વખતે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે વર્ષ 2024-25 અંતર્ગત કુલ 750 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને સગર્ભા બહેનો તેમજ માતાઓને 12000 રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. જેથી કરીને સગર્ભા બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુ નું પોષણ કરી શકે. ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 21,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે.

પ્રેગ્નેન્સી રિસ્ક પર હશે તો મળશે 15 હજાર રૂપિયા

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ના અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા નમો શ્રી યોજના અંતર્ગત જે પણ સગર્ભા મહિલા પ્રેગ્નેન્સી સમયે રિસ્ક પર હશે (Pregnancy at high risk) એટલે કે સગર્ભા મહિલા તેમજ નવજાત શિશુ ડિલિવરી સમયે મુશ્કેલી માં હશે તો તેમણે અલગથી 15,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે. તેમના માટે સરકારે વર્ષ 2024-25 માટે અલગથી 53 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે.

નમો શ્રી યોજના લાભ

  • ગુજરાત સરકાર દ્વારા નમો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાઓ ની શરૂઆત કરેલી છે જેમાંથી એક છે નમો શ્રી સ્કીમ.
  • આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.
  • આ આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી પ્રતિ લાભાર્થી 12000 રૂપિયાની આપવામાં આવશે.‌
  • જે રીતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તામાં 5000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત Namo Shri Yojana ના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
  • આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે.
  • તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડીલેવરી સમયે થતા મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.
  • આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે.

Namo Shri Scheme પાત્રતા

  • આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે.
  • આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે.
  • અરજદાર મહિલા એસસી, એસટી, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની લાભાર્થી હોવી જરૂરી છે.
  • આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

નમો યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ

નમો શ્રી યોજના કેવી રીતે અરજી કરવી ?

જો તમે Namo Shri Yojana Online Arji (Registration) કરાવવા માંગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર તરફથી હાલમાં માત્ર આ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે. પરંતુ આવનારા સમયમાં ગુજરાત સરકાર તરફથી યોજના અંતર્ગત ઓફિશિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે પણ આ યોજના અંતર્ગત ઓનલાઈન કે પછી Namo Shri Yojana Application Form ના માધ્યમથી અરજી સ્વીકારવાની શરૂઆત થશે ત્યારે તરત જ અમે આ વેબસાઈટના માધ્યમથી તમને અપડેટ આપીશું. જો આપણે તમે વહેલા મેળવવા માગતા હોય તો તમારા whatsapp ગ્રુપ સાથે પણ જરૂરથી જોડાઈ જજો.

Namo Shri Yojana 2024 હેલ્પલાઈન નંબર

અત્યારે અમે તમને મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વેબસાઈટ પર આપવામાં આવેલા ટોલ ફ્રી નંબરની માહિતી નીચે આપી રહ્યા છીએ તેના પર કોલ કરીને તમે યોજના વિશે વધુ જાણકારી મેળવી શકો છો.

Helpline Number:- 079-232-57942

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top