Dr Ambedkar Awas Yojana 2024 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ સામાજિક સુક્ષાની કચેરીઓ આવેલ છે. જેમાં અંત્યદય લોકોને જીવનમાં સુધારો આવે ત્યારે સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જે માંથી આજે આપણે આંબેડકર આવાસ યોજના ૨૦૨૪ યોજનાની વિગતે માહિતી મેળવીશું. આંબેડકર આવાસ યોજના ગુજરાતમાં કોને કોને મળશે લાભ ?, શું પ્રોસેસ છે ? , કયાં ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે ? ક્યાં ઓનલાઇન અરજી કરવી? વિગતે માહિતી આ આર્ટીકલમાં મેળવીએ.
Dr Ambedkar Awas Yojana 2024 | ડૉ.આંબેડકર આવાસ યોજના ૨૦૨૩-૨૪ વિગતો
યોજનાનું નામ | ડૉ. આંબેડકર આવાસ યોજના,ગુજરાત ૨૦૨૩-૨૪ |
અમલીકરણ | ગુજરાત સરકાર |
ઉદ્દેશ્યો | અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લા પ્લોટ સાથે, બિનનિવાસી |
લાભાર્થી | અનુસૂચિત જાતિ ઘરવિહોણા પરિવાર |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સહાય રકમ | રૂ.1,20,000 સહાય |
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in |
યોજનાનો હેતુ (ઉદ્દેશ્ય) કોને મળશે લાભ ?
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર લોકોને મળશે લાભ.
લાભ મેળવવા પાત્રતા
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
આંબેડકર આવાસ યોજના સહાયની રકમ વિગતો નીચે મુજબ છે.
હપ્તાની વિગતો | રકમ રુપિયામાં |
પ્રથમ હપ્તો | ₹૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે) |
બીજો હપ્તો | ₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) |
ત્રીજો હપ્તો | ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) |
કુલ સહાય | ૧,૨૦,૦૦૦ |
વધુમાં,શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાય માંથી શૌચાલય બનાવવાનું રહેશે.
ડોક્યુમેન્ટની યાદી
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
ઓનલાઇન અરજી કરવાની રીત (પ્રોસેસ)
- ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ open કરવા માટે browser (Internet Explorer, Chrome, Firefox પૈકી
કોઈ પણ એક) open કરો અને https://esamajkalyan.gujarat.gov.in/ ટાઇપ કરો - ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ર્ર થવા માટે Please Register Here link પર ક્લલક કરો.
- Register બટન પર કર્યા બાદ એક મેનું ખુલશે જેમાં તમારું નામ, લીંગ, જન્મ તારીખ તથા
જાતિની માહિતી ભરવી. - Register થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા
મોકલવામાં આવશે. (જો Email ID ની માહિતી લખી હશે તો મેઇલ પણ મોકલવામાં આવશે) - Login થવા માટે તમારું UserID અને Password તથા Captcha Code ની વિગતો ભરીને Login
બટન ઉપર કલિક કરો. - પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
- વેબસાઇટમાં યોજનાને લગતી વ્યક્તિગત માહિતી ભરશો.
- તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની ઓલાઈનમાં View Application પર ક્લિક
કરવું. - બધી વિગતો ભરીને Submit બટન પર ક્લિક કરો.
અરજીનો સ્ટેટસ જોવાની રીત (પ્રોસેસ)
- તમારી અરજીનું સ્ટેટસ જાણવા માટે View Application Status બટન પર કલિક કરવી.
- પછી તમારી અરજીનો નંબર નાખો.
- તમારી જન્મ તારીખ લખો.
- ત્યાર બાદ છેલ્લે View Status બટન પર કલિક કરો અને જુઓ તમારી અરજીની સાચી સ્થિતિ.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Dindayal Awas Yojana 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023: Gyan Sadhana Scholarship Yojana Gujarat
મહત્ત્વપૂર્ણ લીન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની રીત (પ્રોસેસ ફોટા સાથે) | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
જિલ્લા વાઇઝ (હેલ્પલાઇન નંબર) | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |