ઉનાળામાં તરબૂચ ખાવાના છે ઘણા ફાયદા, જાણી લો ફાયદા, જાણો તેના 5 ફાયદા

ઉનાળામાં તરબૂચ ખાવાના છે ઘણા ફાયદા: ઉનાળો આવે એટલે કાળઝાળ ગરમી અને લૂ ની શરુઆત થઇ જતી હોય છે. એવામા શરીરમા પાણીનુ પ્રમાણ જાળવી રાખવુ ખૂબ જ જરુરી બને છે. ઉનાળામા આપણે ઘણા ફ્ળ ખાતા હોઇએ છીએ તરબૂચ પણ તેમાથી એક છે. તરબૂચ આમ તો બજારમા સરળતાથી મળતુ ફ્ળ છે અને લગભગ બધા લોકો ખાતા હોય છે. પરંતુ તરબૂચ માથી મળતા અઢળક ફાયદાઓ ભાગ્યે જ કોઇ જાણતા હશે. ચાલો આજે જાણીએ ઉનાળામા તરબૂચ ખાવાના ફાયદાઓ.

ઉનાળામાં તરબૂચ ખાવાના છે ઘણા ફાયદા

તરબૂચ મા અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે. તરબૂચ માં બીટા કેરોટીન અને લાઈકોપીન મળે છે.. જેનાથી આંખો સ્વસ્થ રહે છે. તરબૂચ માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને વિટામીન એ, વિટામીન બી અને વિટામીન સી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ ખનીજ સારી માત્રા માં મળી રહે છે.

કેન્સર સામે રક્ષણ

તરબૂચ ખાવાથી વિવિધ પ્રકાર્ના પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશય તેમજ ફેફસા નું કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે. તરબૂચ થી શરીર ને પોટેશિયમ, વિટામીન બી, વિટામીન સી, બીટા કેરોટીન તેમજ મેગ્નેશિયમ જરુરી માત્રા માં મળે છે જે તમારા શરીર માં ઉર્જા ના લેવલ ને જાળવી રાખે છે.તરબૂચ માં વધારે માત્રા માં પાણી હોય છે જે પરસેવા ના રૂપ માં અતિરિક્ત તરલ ને શરીર ની બહાર કરે છે. જેથી ઉનાળામાં તમારું શરીર ઠંડુ રહે છે.

લોહિ નુ પ્રરિભ્રમણ

તરબૂચ માંથી મળતા ઉપયોગી તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડીયમ શરીર અને ત્વચા બંને ને હાઈડ્રેટેડ રાખવા નુ કામ કરે છે. તરબૂચ માંથી મળતા પોટેશિયમ, મેગ્નેશિયમ અને અમીનો એસીડ રક્ત વાહિકાઓને સ્વસ્થ રાખે છે અને રક્ત ની ગતિ ને કંટ્રોલ કરે છે. જેનાથી રકતસંચાર સારું રહે છે.

ઠંડક રહે છે.

તરબૂચ ખાવાથી આપણો મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. હકિકત માં તરબૂચ ની તાસીર ઠંડી હોય છે તેથી તે મગજ ને શાંત રાખે છે. તરબૂચ ના બીજ પણ ઘણા ઉપયોગી છે. બીજ ને પીસીને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે. સાથે જ તેનો લેપ માથા ના દુખાવા માં પણ આરામ આપે છે.

હાર્ટની બીમારીઓમા ઉપયોગી

હાર્ટ સંબધી બીમારીઓ ને રોકવા માં પણ તરબૂચ એક અકસીર ઈલાજ છે. તે હૃદય સંબંધી બીમારીઓ ને દુર રાખે છે. તરબૂચ શરીરમા કોલેસ્ટ્રોલ ના લેવલ ને નિયંત્રિત કરે છે જેનાથી હાર્ટની બીમારીઓ ની શકયતા ઓછી રહે છે. વિટામીન પણ પર્યાપ્ત માત્રા હોવાને કારણે આ શરીર ની ઈમ્યુન સીસ્ટમ ને પણ સારી રાખે છે. તેમજ વિટામીન એ આંખ માટે સારું છે.

તરબૂચ ખાવાના અન્ય ફાયદાઓ

બળતરા ઘટાડે છે:: તરબૂચમાથી લાયકોપીન (એન્ટીઑકિસડન્ટો) સારા પ્રમાણમા મળી રહે છે. જેનાથી શરીરમા બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

બેલેન્સનું ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ કરે : રબૂચની સ્લાઇસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટ્સના ખેલાડીઓને ગરમીને કારણે તેમના શરીરના ઇમબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરે છે છે. તરબૂચ સોડિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે.

શરીર હાઈડ્રેટ રાખે: તરબૂચ માથી શરીર ને પુષ્કળ પ્રમાણમા પાણી મળી રહે છે. તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. તે એક કુદરતી સ્રોત છે, તે કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.

સ્નાયુના દુખાવાનો ઘટાડો: તરબૂચમાં એમિનો એસિડ સરટ્યુલીન (લેક્ટિક એસીડ દૂર કરવાની પ્રક્રિયા જે કસરતની હાઇ ઇન્ટેનસ દરમિયાન બને છે) હોય છે જે સ્નાયુના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે.

ત્વચાના મુલાયમ બને: તરબૂચ સિન્થેસિસ માટે જરૂરી ન્યુટ્રીઅન્ટ એવા વિટામિન સી નો સારો સ્રોત છે. (કોલેજન ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે છે અને વાળને મજબૂત બનાવે છે).

વજનમાં ઘટાડે: પાણીનું વધારે પ્રમાણ હોવાના કારણે, તરબૂચ તમને ઓછી કેલરીમાં પણ તૃપ્ત કરે છે. પાણી મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે અને ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે આખરે વજન ઘટાડે છે.

હીટ સ્ટ્રોક થતો અટકાવે છે: તડબૂચ એ એવા ફળોમાંથી એક છે જે ગરમી દૂર કરે અને તરસ મટાડે છે. તે હીટ એક્ઝોશનને પણ દૂર કરે છે.

તરબૂચ ખાવાનો યોગ્ય સમય

તરબૂચને રાતના સમયે ખાવાનુ ટાળવુ જોઇએ. સામાન્ય રીતે તરબૂચ દિવસમાં ક્યારેય પણ ખાઇ શકાય છે પરંતુ તેને ખાવાનો યોગ્ય સમય બપોરનો છે. ખાસ વાત એ છે કે તેને ખાદ્યા બાદ પાણી, દૂધ, લસ્સી અને કૉલ્ડ ડ્રિન્ક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ.

તરબૂચ સામાન્ય રીતે 2 પ્રકારના આવે છે. 1.કાળા અને 2. પટ્ટાવાળા. બન્ને પ્રકારના તરબૂચ સ્વાદમા ખૂબ જ મીઠા હોય છે.

ફક્ત 5 મિનિટમાં બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું ખોલો : Bank of Baroda zero balance Account opening online

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top