સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 વ્યક્તિગત ધિરાણ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો અહીં થી

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024

આજે આપડે ગુજરાત સરકાર ની સ્વરોજગાર લક્ષી લોન યોજના ની વાત કરવાના છીએ.  સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ તમે વિવિધ કામો માટે લઈ શકાય જેની આ પોસ્ટ માં વાત કરીશું.

આ યોજના ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ,  તા:૩૦/૯/૨૦૧૭ના મુજબ  ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેમાં બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧, તા:૧૫/૮/૨૦૧૮ના મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ  છે.

સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2024

રાજ્યના બિન અનામત વર્ગના લોકોને પોતે સ્વરોજગારી મેળવવા માટે ની લોન સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે જેમાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા હાલ  આનો અમલ થયેલ છે. આ લોન અલગ-અલગ 3 સ્વરોજગારી માટે આપવામાં આવે છે જે નીચે મુજબની છે.

યોજના નું નામસ્વરોજગાર લક્ષી લોન યોજના
સહાયઆ યોજના માં 3 પ્રકાર ના રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશબિનઅનામત વર્ગ ના લોકો રોજગારી મેળવી શકે અને આગળ આવી શકે.
લાભાર્થીબિનઅનામત વર્ગ ના ગુજરાત રાજ્ય ના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કHelpline Number: 079-23258688/23258684

નાના વાહન માટે ની લોન

જો લાભાર્થી ને સ્વરોજગારી માટે કોઈપણ નાના વાહન ની જરૂર હોય જેવા કે રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે માટે તેવા વાહનોની “On Road Cost” જે કિંમત હશે તે કિંમત સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે.

નાના ધંધા માટે ની લોન

આ યોજના માટે જેઓ નાના ધંધા-રોજગાર શરૂ કરવા માંગે છે જેવા કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન આપવામાં આવે છે. જેમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

મોટા-લોડીંગ વાહનો માટે લોન

આ યોજના માં બિનઅનામત વર્ગ નાં લોકો ને રોજગાર માટે ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી 6 લાખ રૂપિયા ની લોન મળશે.

નાના પાયા ની સ્વરોજગારી માટે નાણાંકીય સહાય નું વ્યાજ દર

ઉપરોક્ત બતાવ્યાં મુજબ લાભાર્થી ને અલગ અલગ 3 પ્રકારે જે વ્યવસાય શરૂ કરવાનો હોઈ તે મુજબ લોન મળશે અને એ લોન નું વ્યાજ નીચે મુજબ નું રાખવામાં આવેલ છે.

નાના વાહન લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે નાના ધંધા માટે ની લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે. મોટા-લોડીંગ વાહનો માટે લોન ઉપર દર્શાવ્યા મુજબ વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

નાના વાહન માટે ની લોન

આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે

નાના ધંધા માટે ની લોન

આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

મોટા-લોડીંગ વાહનો માટે લોન

ઉપર દર્શાવ્યા મુજબ વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

  • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
  • વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
  • ઉપરોકત યોજના માટે લોન વાર્ષિક ૫ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
  • ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂ ડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.૬.૦૦લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે

  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિનાઅનામત વર્ગનાં હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫% સાદા વ્યાજ અને મહીલાઓ માટે ૪% રહેશે.પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી.

સ્વરોજગાર લક્ષી લોન યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો(હાઈપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી ૫ વર્ષ ના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.
મહત્વના જરૂરી આધારો
  • શૈક્ષણિક લાયકાત
  • ઉંમરનો પુરવો
  • આધારકાર્ડ
  • અરજદારનુ નામ હોય તેવુ રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • કુટુંબની આવકનો દાખલો
  • આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-૧૬
  • ધંધાના સ્થળનો આધાર
  • ધંધાના અનુભવનો આધાર
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)

સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ

કોર્પોરેશન તરફથી ફક્ત સહકારી મંડળીના આદિજાતિ સભ્યોને વિવિધ હેતુ માટે ધિરાણ કરવાની જોગવાઈ હતી જેને કારણે જે આદિવાસી ઈસમો સહકારી મંડળીના સભ્ય ન હતા તેઓ ધિરાણના લાભથી વંચિત રહેતા હતા જે અન્વયે રજૂઆત કરતાં સરકારશ્રીએ જાહેરનામા -ખ-શ-પ-ટી-ડી-સી ૧૦૯૫-૧૭૦૨-૭૭-૭૭ તા. ૫-૯-૯૭ના રોજ વ્યક્તિગત ધિરાણની મંજૂરી આપેલ છે. જે અન્વયે મૂડીભંડોળ જે આદિવાસી ઈસમ વાર્ષિક એક લાખ (૧ લાખ)ની મર્યાદામાં આવક ધરાવે છે. તેઓની નીચે જણાવેલ હેતુ માટે યોજના અનુસાર રૂ . ૫ લાખ સુધીનું ધિરાણ નાના મોટા રોજગારધંધા ઉઘોગ માટે લાોન ધિરાણ પૂરૂં પાડવામાં આવે છે.

સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ મેળવવા અંગે ની માહિતી

યોજનાનું નામકોર્પોરશેશનની મૂડી ભંડોળ યોજના હેઠળ સ્વરોજગારીની યોજના હેઠળ વ્યકિતગત ધોરણે વિવિધ હેતુઓ માટે લોન.
યોજનાનો સમયગાળોનાણાંકિય ઉપલબ્ધીને ધ્યાને લઈ કાયમ અલમ થાય છે.
કાર્યક્રમનો ઉદેશગુજરાતમાં વસતા અદિજાતિ ઇસમો આર્થિક રીતે પગભર થાય તે અન્વયે રોજગારી હેઠળ નાના મોટા ધંધા રોજગાર માટે વિવિધ હેતુઓ (યોજનાઓ) હેઠળ નકકી કરેલ વ્યાજના દરે લોન ધિરાણ.
કાર્યક્રમના ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંકોકોર્પોરેશનની નાણાંકિય ઉપલબ્ધી લાભાર્થીઓની ધિરાણ માંગણીની રકમને ધ્યાને લઇ લક્ષ્યાંકો નકિક કરવામાં આવે છે.

લાભાર્થીની પાત્રતા અને માપદંડ

  • લાભાર્થી આદિજાતિના સભ્ય હોવા જોઇએ જેની અવક મર્યાદા વાર્ષિક 1 લાખથી ઓછી હોવી જોઇએ અને જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ છે તેનો અનુભવ હોવા જોઇએ અને તે અંગે મેળવવા પાત્ર જરૂરી લાયસન્સો મેળવેલા હોવા જોઇએ.લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને પપ વર્ષથી વધુ હોવી ન જોઇએ.લાભાર્થી બેન્ક કે અન્ય સંસ્થાનો બાકીદાર ન હોવા જોઇએ.રજુ કરેલ જામીનોની મિલ્કતાના પુરાવા અને જામીનોના સોગંદનામા રજુ કરવા.

સહાયકી વિતરણની પ્રવૃતિ : મંજુર કરેલ ધિરાણની રકમનો ચેક વ્યકિતને આપવામાં આવે છે.

અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો : કોર્પોરેશન ધ્વારા આપવામાં આવતી જાહેરાત અન્વયે સબંધિત વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં ફરજ બજાવતા કોર્પોરેશનના આસી.મેનેજરશ્રી પાસેથી નિયત કરેલ કિંમતનું અરજી પત્રક મેળવી અરજીપત્રકમાં જણાવેલ વિગતે દરખાસ્ત તૈયાર કરી સબંધિત પ્રાયોજના કચેરીમાં મોકલવાની રહે છે. સબંધિત પ્રાયોજના કચેરી ભલામણ સહ કોર્પોરેશનને મોકલી આપે છે.

અરજીપત્રક સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો

  • લાભાર્થીના આવક/જાતિના દાખલા સક્ષમ અધિકારીશ્રીના.
  • લાભાર્થીની ઉંમરનો પુરાવો.
  • લાભાર્થનો રહેઠાણનો પુરાવો.
  • બેન્ક અને સંસ્થાના બાકીદાર ન હોવાનો દાખલો.
  • સબંધિત ધંધા માટેનું લાયસન્સ.
  • ધંધાના સ્થળ અંગેના પુરાવા.
  • સબંધિત ધંધા માટેના અનુભવનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીએ જે હેતુ માટે માંગણી કરેલ છે તેમાં પેટા માહિતી તરીકે વિજળી જોડાણ તેમજ આનુસાગિક માહિતી આધાર પુરવા સાથે રજુ કરવાના રહેશે.

પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો.

કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬

લોન મેળવવા માટેનુ ફોર્મ

હેતુ

  • કડીયા કામ
  • સુથારી કામ
  • લુહારી કામ
  • ઝેરોક્ષ મશીન
  • દરજી કામ
  • કરિયાણાની દુકાન
  • પ્નોવીઝન સેટર્સ
  • કોમ્પ્યુટર મશીન
  • મંડપ ડેકોરેશન
  • રસોઈના વાસણ
  • સાયકલ રીપેરીંગ
  • ફોટો સ્ટુડીઓ
  • ઈલેક્ટ્રોનિક્સ સાધન
  • ધડિયાળ રીપેરીંગ
  • સેન્ટીંગ કામના સાધનો
  • વેલ્ડીંગ મશીન
  • બેન્ડવાજા
  • પાનનો ગલ્લો
  • માઈક સેટ
  • અનાજ દળવાની ધંટી
  • ફોટો ફ્રેમનો ધંધો
  • કંગન સ્ટોર્સ
  • એગ્રો સર્વિસ સ્ટેશન
  • એમ્બ્રોડરી મશીન
  • સીમેન્ટની હોલ સેલ દુકાન
  • મીની રાઈસ/દાળ મીલ
  • સીરામીક
  • ફરાસખાના
  • પ્રિન્ટીંગ પ્રેસ
  • સ્પેર પાર્ટ્સની દુકાન
  • કાપડની દુકાન

How To Online Apply સ્વરોજગાર લક્ષી લોન યોજના

Tribal Development Department દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એસ.ટી જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Google Search જઈને “AdijatiNigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકાર દ્રારા ચાલતી વિવિધ યોજના ના નામ આવશે જેમ કે
  • વિદેશ અભ્યાસ
  • પાઇલોટ ટ્રેનીંગ
  • સ્વરોજગારી
  • દરિયાઇ માછીમારો માટે પગભર થવાની યોજના
  • પોલ્ટ્રી ફાર્મ
  • તબેલા
  • જેમાં સ્વરોજગારી પર ક્લિક કરવાનું
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો ”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.

Sing Up

  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Application Login

  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

My Application

  • Apply Now કર્યા બાદ તમારે “My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “સ્વરોજગાર લક્ષી લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top