માત્ર 1 મિનિટમાં રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઇન @dcs-dof.gujarat.gov.in

માત્ર 1 મિનિટમાં રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઇન @dcs-dof.gujarat.gov.in

માત્ર 1 મિનિટમાં રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઇન: રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં રાજ્ય ના લોકો ને અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમના રેશનકાર્ડમાં તેમને કઈ કઈ વસ્તુ મળવા પાત્ર છે. આ લેખમાં તમને જાણવા મળશે કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તે તમે ચેક કરી શકો છો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવા પાત્ર છે તે બધુ જ તમે ચેક કરી શકો છો.

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઇન કેવી રીતે ચેક કરવું? 

STEP 1: સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ “તમને મળવા પાત્ર જથ્થો” નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી તમને એક નવું પેજ જોવા મળશે તેમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાના રહેશે. અને જે નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.

STEP 3: પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

  • એટલે તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે. 
  • જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં એ કિલ્લામાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે.
  • જો તમને જથ્થો મળવા પાત્ર નથી તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.

રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવું?

  • તમે રેશનકાર્ડ નંબર વગર પણ રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચેક કરી શકો છો. જેની પ્રોસેસ નીચે મુજબ તમે જોઈ શકો છો.
  • સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • પછી તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં જે પણ ઓપ્શન તમને લાગુ પડતા હોય તે સિલેક્ટ કરવાના રહેશે.
  • નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
ઑફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો જાણોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
હેલ્પ લાઈન નંબર1800 233 5500

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top