PM Kisan Mandhan Yojana : પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના ખેડૂતોને દર મહિને રૂ. 3000/-પેન્‍શન મળવાપાત્ર, અત્યારેજ અરજી કરો

PM Kisan Mandhan Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્‍શન મળે તે માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના” લોન્‍ચ કરેલ છે. આ બ્લોગ દ્વારા આ પેન્‍શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. દેશના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિસાનોને ઘડપણમાં સારી રીતે જીવન જીવવા માટે ભારત સરકાર દ્વારા પેન્‍શન આપવામાં આવશે.

PM Kisan Maandhan Yojana

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતોને પેન્‍શન આપીને
સામાજિક સુરક્ષા પૂરી પાડવી
લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂતોને
સહાયની રકમદર મહિને રૂપિયા 3000
પેન્‍શન મળવાપાત્ર
ઓફિશીયલ વેબસાઈટhttps://maandhan.in/  

યોજના માટે પાત્રતા

Maandhan Yojana માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. નીચે મુજબની પાત્રતા ધરાવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

  • ભારતના નાગરિક હોય તેવા 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.
  • નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂત 2 હેક્ટર કરતા ઓછી જમીન  ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થાય

કિસાન માનધન યોજના ડોક્યુમેન્‍ટ

આ યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને મળશે. આ યોજના માટે કયા-કયા ડોક્યુમેન્‍ટ જોઈએ તે નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ પાસપોર્ટ પૈકી કોઈપણ એક
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • ખેતીની જમીન ધરાવતા હોય તો તેના પ્રમાણપત્ર
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું પ્રીમિયમ

ખેડૂત પેન્‍શન યોજનાનો લાભ લેવા માટે દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજના હેઠળ લાભાર્થી દ્વારા 50% પ્રીમિયમ ભરવાનું રહેશે અને 50 % પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે. કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને રૂપિયા 55 ભરવાના રહેશે અને 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોએ દર મહિને રૂપિયા 200 પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજનાનો લાભ 60 વર્ષ પછી મળવાપાત્ર રહેશે. PM Kisan Maandhan Yojana નો લાભ લેવા માટે લાભાર્થી પાસે બેંક એકાઉન્‍ટ જોઈશે અને તે બેંક એકાઉન્‍ટ આધારકાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના રજિસ્ટ્રેશન

દેશના નાના અને સીમાંત ખેડૂતો પ્રધાનમંત્રી પેન્‍શન યોજના લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.  આ યોજનાની ઓનલાઈન અરજી કયાં કરવી તેની માહિતી માટે નીચે મુજબના સ્ટેપસ ભરવાના રહેશે.

  • સૌપ્રથમ તમારા વિસ્તારના કોમન સર્વિસ સેન્‍ટરનો સંપર્ક કરવો. તમારા વિસ્તારના Common Service Center શોધવાનું રહેશે.
  • જ્યાં Village Level Entrepreneur (VLE) ને તમામ ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.
  • VLE દ્વારા એમના CSC Login દ્વારા લાભાર્થીની વ્યક્તિગત માહિતી, બેંકની માહિતી તથા અન્ય વિગતો ઓનલાઈન ભરવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ તે ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ માટે રજીસ્ટેશન કરાવશે.
  • ઓટો ડેબિટ માટે રજીસ્ટેશન કરવામાં આવશે, જેમાં લાભાર્થીની સહી કરવામાં આવશે.
  • VLE દ્વારા લાભાર્થીના તમામ ડોક્યુમેન્‍ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અરજી પ્રક્રીયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા જાતે પણ રજીસ્ટેશન કરી શકે છે. લાભાર્થી દ્વારા Online Registration કેવી રીતે કરવું તેની માહિતી નીચે મુજબ દ્વારા જાણીશું.

  • સૌપ્રથમ લાભાર્થીએ આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • જેમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં યોજનાની સંપૂર્ણ માહિતી વાંચવાની રહેશે.
  • ત્યારબાદ “Click Here to apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં બે ઓપ્શન ખૂલશે, 1) Self Enrollment અને 2) CSC VLE જેમાં નંબર-1 પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ નાખીને Captch Code નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Enrollment પર ક્લિક કરીને Pradhn Mantri Kisan Maandhan Yojana પર ક્લિક કરવાનું રહેશે.
હોમ પેજઅહીં ક્લિક કરો
ઓફિશીયલ વેબસાઈટhttps://maandhan.in/
Kisan Mandhan Yojana Helpline Number

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલાય અને કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ વેબસાઈટ દ્વારા લાભાર્થીઓને કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

PM Kisana Maandhan Helpline: 1800-3000-3468

Office E-Mail: support@csc.gov.in

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top